મુંબઈ : ફરહાન અખ્તર ટૂંક સમયમાં દર્શકો વચ્ચે નવી ફિલ્મ ‘જી લે ઝરા’ (Jee Le Zaraa) લાવવા જઈ રહ્યો છે. બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ સાથે સંબંધિત પ્રોમો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે.
ફિલ્મની વાર્તા રોડ ટ્રીપ અને મિત્રતા પર આધારિત હશે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડા જોનાસ, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. આ પહેલા ફરહાન અખ્તરે ‘જિંદગી ના મિલેગી દોબારા’ અને ‘દિલ ચાહતા હૈ’ ફિલ્મોમાં મિત્રતાના સંબંધોને મોટા પડદા પર સારી રીતે રજૂ કર્યા હતા. ફિલ્મ ‘જી લે ઝરા’ની વાર્તા ઝોયા અખ્તરે લખી છે. એક્સેલ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે.
દર્શકો પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આલિયાની પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે. ‘જિંદગી ના મિલેગી દોબારા’ ફિલ્મમાં ત્રણ મિત્રોની વાર્તા પણ બતાવવામાં આવી હતી. ફિલ્મની શરૂઆત એક રોડ ટ્રીપથી થઈ હતી. જો કે, મેકર્સ ફિલ્મ ‘જી લે ઝરા’ ને પણ સુપરહિટ બનાવવા માટે કોઈ કસર છોડશે નહીં. આ ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થશે. નોંધનીય છે કે, એક્સેલ એન્ટરટેઇનમેન્ટની સ્થાપના વર્ષ 1999 માં રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર દ્વારા મળીને કરવામાં આવી હતી.
આ ત્રણેય અભિનેત્રીઓની જોડી પ્રથમ વખત સાથે જોવા મળશે
આ પહેલી વખત હશે જ્યારે ઇન્ડસ્ટ્રીની ત્રણ મહાન અભિનેત્રીઓ સાથે હશે. પ્રિયંકા ચોપડા છેલ્લે બોલિવૂડ ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’માં જોવા મળી હતી, જ્યારે કેટરિના કૈફ છેલ્લે સલમાન ખાનની’ ટાઇગર -3’માં જોવા મળી હતી. ફરહાન અખ્તરની આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોશે.