મુંબઈ : જ્હોન અબ્રાહમ અને મૃણાલ ઠાકુર પર ફિલ્માવેલ સોંગ ‘ગલ્લા ગોરીયાં’ રિલીઝ થઈ ગયું છે. બાટલા હાઉસ પછી જ્હોન અને મૃણાલ ઠાકુરની જોડી ફરી એકવાર જોવા મળી છે. આ ગીત ધ્વનિ ભાનુશાળીએ ગાયું છે.
‘ગલ્લા ગોરીયાં’ને સારો પ્રતિસાદ
‘ગલ્લા ગોરીયાં’ એક પરફેક્ટ વેડિંગ પાર્ટી ગીત છે. આ ગીતમાં જોન અબ્રાહમ અને મૃણાલ ઠાકુર વચ્ચે ઘણી ફ્લર્ટિંગ જોવા મળે છે. જ્યારે મૃણાલની નજર સાદા અને સિમ્પલ જોન અબ્રાહમ પર પડે છે, ત્યારે તે તેને દિલ આપી બેસે છે. આ પછી બંનેના લગ્ન થઈ જાય છે. આંખો – આંખોમાં જ બંને વચ્ચે વસ્તુઓ થાય છે. મૃણાલનો બિન્દાસ અંદાજ અને શરમાળ જ્હોનની જોડી ખૂબ સારી લાગી રહી છે.
આ ગીત ટી-સિરીઝના બેનર હેઠળ રિલીઝ કરવામાં આવ્યું છે. ‘ગલ્લા ગોરીયાં’ને ધ્વનિ ભાનુશાળી અને તાજનો અવાજ વધુ સુંદર બનાવે છે. તાજે આ ગીતને કમ્પોઝ પણ કર્યું છે. મ્યુઝિક વીડિયોનું દિગ્દર્શન આદિલ શેખે કર્યું છે. લિરિક્સ કુમાર અને તાજે લખ્યા છે. ગીત જુઓ …