મુંબઈ : ઓસ્કાર 2020નું સમાપન થઇ ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેટલીક ફિલ્મોએ પોતાની છાપ બનાવી અને ઓસ્કાર એવોર્ડ્સમાં સારુ પ્રદર્શન કર્યું. આ મામલે ખાસ કરીને દક્ષિણ કોરિયાની ફિલ્મ પેરાસાઇટની ચર્ચા કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ અને બેસ્ટ ફિલ્મ માટે ઓસ્કાર જીતીને આ ફિલ્મે ઇતિહાસ રચ્યો હતો. આ સિવાય ફિલ્મના ડાયરેક્ટર જોજો રેબિટ પણ તેના એક વીડિયોને કારણે ખૂબ જ લોકપ્રિય થયા છે.
ખરેખર જોજો રેબિટ ડાયરેક્ટર તાઈકા વેઇટિટીએ બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રીનપ્લે ઓસ્કર જીત્યો અને તે તેની ખુરશી પર બેઠા હતા. થોડા સમય પછી, તેઓ ખુરશીની નીચે તેમની ઓસ્કર ટ્રોફીને છુપાવે છે. બ્રાયન લાર્સન દ્વારા શેર કરેલા આ વીડિયોમાં તાઈકા ખુરશી હેઠળ પોતાનો ઓસ્કાર એવોર્ડ છુપાવવાની કોશિશ કરતા હોય તે જોઇ શકાય છે.
Taika Waititi putting his oscar under the chair is a mood. #Oscars
? Brie Larson via Instagram Story. pic.twitter.com/rpC5tVOVfT
— Brie Larson Online (@blarsononline) February 10, 2020
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો અને ઘણા વપરાશકર્તાઓએ આ વિડિઓ પર રમૂજી ટિપ્પણીઓ કરી હતી. એક યુઝરે લખ્યું, હું આશા રાખું છું કે તે તેનો ઓસ્કાર એવોર્ડ ખુરશીની નીચે મૂકીને ભૂલી ન જાય. અન્ય એક યૂઝરે લખ્યું કે, હવે જો તમે આટલી મોટી ટ્રોફી આપો તો કોઈ શું કરશે?