મુંબઈ : મોસ્ટઅવેટેડ ફિલ્મ ‘જજમેન્ટલ હે ક્યાં’નું પાર્ટી ટ્રેક ‘ધ વખરા સોન્ગ’ રિલીઝ થયું છે. આ વીડિયોમાં કંગના રનૌત અને રાજકુમાર રાવનો સ્ટાઇલીશ લૂક જોવા મળે છે. આ પાર્ટી ટ્રેક સ્ટાઇલીશ રીતે ફિલ્માંકન થયેલ છે. તે જ સમયે, ગીતના મધ્યમાં એવા એવા સીન શામેલ કરવામાં આવ્યા છે, જે ફિલ્મની વાર્તામાં લોકોને રસ વધારવામાં ખૂબ સફળ સાબિત થશે. આ ગીત એટલું જોરદાર છે કે તે રિલીઝ થતા જ વાયરલ થઇ રહ્યું છે.
આ વાખરા સોંગમાં જ્યાં એકતરફ પંજાબી બીટ્સ નાચવા માટે મજબુર કરે છે ત્યાં બીજી તરફ અંગ્રેજી ધૂનની છણાવટ આ ગીતને વધુ મજેદાર બનાવે છે. જોકે આ એક ફેમસ પંજાબી સોંગથી ઇન્સ્પાયર્ડ છે, પરંતુ ગીતમાં નવીનતા પણ જોવા મળે છે, જે તેને વારંવાર સાંભળવા પ્રેરણા આપે છે. આ ફિલ્મ 26 જુલાઈએ રિલીઝ થશે.