મુંબઈ : આરએસએસના વડા મોહન ભાગવત તેમના વિવાદિત નિવેદન અંગે ચર્ચામાં છે. તેમણે કહ્યું હતું કે, શિક્ષણને કારણે લોકોમાં છૂટાછેડાના કેસો વધી રહ્યા છે. તેમના નિવેદન પર અનેક પ્રતિક્રિયાઓ આવી છે. અભિનેત્રી સોનમ કપૂર બાદ હવે કબીર ખાનની પત્ની અને ભૂતપૂર્વ વીજે મીની માથુરે પણ આ મામલે કમેન્ટ કરી છે.
મિની માથુરે આ સમાચાર શેર કર્યા અને ટ્વિટ કરીને કહ્યું કે, ચાલો આપણે બધા નિરક્ષર(અભણ) અને આર્થિક રીતે ગરીબ રહીએ. ઓછામાં ઓછું તે છૂટાછેડામાં પરિણમશે નહીં. # પ્રાથમિકતાઓ.
Let’s all stay illiterate and economically weak. At least divorce toh nahin hoga ??? #priorities https://t.co/8LVSDaW8BL
— Mini Mathur (@minimathur) February 16, 2020
આ અગાઉ અભિનેત્રી સોનમ કપૂરે પણ મોહન ભાગવતના નિવેદનની નિંદા કરી હતી. તેણે કહ્યું, કઇ બુદ્ધિશાળી વ્યક્તિ આવી વાતો કરે છે? આ એક પછાત મૂર્ખતાપૂર્ણ નિવેદન છે.