મુંબઈ : બોલિવૂડ-ટોલીવૂડ અભિનેત્રી કાજલ અગ્રવાલના ગયા અઠવાડિયે ઉદ્યોગપતિ ગૌતમ કીચલુ સાથે લગ્ન થયા. લગભગ એક અઠવાડિયા સુધી ચાલેલા લગ્ન સમારોહ પછી, તે ‘હનીમૂન’ ઉજવવા માટે માલદિવ્સ પહોંચી છે.
પતિ ગૌતમ કીચલૂ સાથે ‘હનીમૂન’ ઉજવવા કાજલ અગ્રવાલ માલદીવ પહોંચ્યા બાદ બંનેએ બીચ પર ખુબ મસ્તી કરી હતી, બીચની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
કાજલ અને તેના પતિએ હનીમૂન ડેસ્ટિનેશનની તસવીરો શેર કરી હતી. કોરોના વાયરસ રોગચાળો વચ્ચે, તે સુરક્ષિત રીતે માલદિવ્સ પહોંચી ગયા છે અને હનીમૂન માણી રહ્યા છે.
કાજલે ઘણી તસવીરો શેર કરી હતી જેમાં તે વાદળી સમુદ્રના કાંઠે ઉભી છે. તેણે લાલ ડ્રેસ પહેર્યો છે જ્યારે ગૌતમે સફેદ ટી-શર્ટ અને બ્રાઉન શોર્ટ્સ પહેરેલ છે.