દક્ષિણ ભારતીય ફિલ્મોની જાણીતી અભિનેત્રી કાજલ અગ્રવાલ બોલીવૂડની ફિલ્મોમાં કામ કરીને પણ લોકપ્રિયતા મેળવી છે. તે આવતા વરસે લગ્ન કરવાની છે.
આવતા વર્ષે કરશે લગ્ન
સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, કાજલ આવતા વરસે લગ્ન કરવાની છે. તેણે પોતાનો જીવનસાથી મનોરંજન ઇન્ડસ્ટ્રીમાંથી ન પસંદ કરતા એક ઉદ્યોગપતિ પર પસંદગી ઉતારી છે. કાજલે સ્વયં આ વાતની ઘોષણા મીડિયાને કરી છે.
જીવનસાથી પરિવારે કર્યો છે પસંદ
કાજલનો જીવનસાથી તેના પરિવારજનોની પસંદગીનો છે. તેણે થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેને મનોરંજનની દુનિયાને લગતા પુરુષ સાથે લગ્ન કરવામાં કોઇ રસ નથી. તેણે એમ પણ કહ્યું હતું કે, તે પહેલા એક સામાન્ય વ્યક્તિના પ્રેમમાં હતી, પરંતુ ફિલ્મોની વ્યસ્તતાનેકારણે પ્રેમીને પૂરતો સમય આપી ન શકવાથી બન્નેનું બ્રેકઅપ થઇ ગયું હતું.