મુંબઈ : કોરોના વાયરસના ભયથી સમગ્ર વિશ્વમાં લોકોમાં ભયનો માહોલ સર્જાઇ રહ્યો છે, જ્યારે કાજોલ તેના પર મીમ શેર કરીને વાતાવરણને હળવું કરવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. કાજોલે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક મીમ શેર કરી છે જેને ખૂબ પસંદ અને શેર કરવામાં આવી રહ્યું છે. ખરેખર, આ કાજોલ અને શાહરૂખ ખાનની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગાનું દ્રશ્ય છે, જેમાં કાજોલ દોડી રહી છે અને ટ્રેન પકડવાનો પ્રયત્ન કરી રહી છે.
ફિલ્મના આ દ્રશ્યમાં કોઈએ કાજોલના હાથમાં સેનેટાઇઝર પકડાવ્યું છે અને કેપ્શનમાં લખ્યું છે કે સિમરન પણ સેનેટાઇઝેશનનું મહત્વ જાણે છે. આ મીમને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. કાજોલે લોકોને હસતા – હસતા એ કહેવાની કોશિશ પણ કરી છે કે, કોરોના ચેપના વાતાવરણમાં હાથ સતત સ્વચ્છ રાખવાનું કેટલું મહત્વનું છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં પશ્ચિમ રેલ્વેએ ડીડીએલજેની મદદથી જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.