મુંબઈ : કરણ જોહરની મલ્ટી-સ્ટારર ફિલ્મ ‘કલંક’ 17 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં ફિલ્મના ભવ્ય અને સુંદર સેટની એક ઝલક જોવા મળી રહી છે. અહેવાલ અનુસાર, તેને એક ખર્ચાળ સેટ ગણાવવામાં આવી રહ્યો છે. કરણ જોહરે તેના ટ્વિટર એકાઉન્ટ પર વિડીયો રિલિઝ કર્યો છે જેમાં ફિલ્મ સેટની તૈયારી બતાવવામાં આવી છે.
વરૂણ ધવન ફિલ્મમાં ઝફરનો રોલ કરી રહ્યો છે. વિડીયોમાં તે કલંકના મોટા સેટ વિશે વાત કરે છે. વરૂણે કહ્યું કે ફિલ્મ સેટ ડિઝાઇનર અમૃતા મહેલ દ્વારા તૈયાર કરાઈ હતી. તેની વાર્તા સ્વતંત્રતા પહેલા 1945 ની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, જેમાં હુસનાબાદ નામનું નગર બતાવવામાં આવશે. ફિલ્મના હુસનાબાદ ટાઉનને 3 મહિનાની સખત મહેનત અને 700 લોકોના કઠોર પરિશ્રમ દ્વારા બનાવવામાં આવ્યો છે. આ સમય દરમિયાન વરુણે ફિલ્મમાં તેના રહેઠાણથી લઈને ચા પીવા સુધીનું સ્થાન બતાવ્યું હતું.
વીડિયોમાં સિનેમેટોગ્રાફર વિનોદ પ્રધાને જણાવ્યું હતું કે, ” આજ સુધી મેં આટલો મોટો સેટ જોયો નથી. આ સેટ દેવદાસ ફિલ્મના સેટથી પણ મોટો છે.” વરુને જણાવ્યું કે, “60 લાઇટમેન, 300 એક્સ્ટ્રા અને 500 ડાન્સરો મળીને લગભગ 1000 લોકો હંમેશા સેટ પર રહેતા હતા. ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન કરણ જોહરે જણાવ્યું હતું ‘અમારી દરેક ફિલ્મો અમારી માટે ખાસ છે. પરંતુ કલંક માટે કહેવા મંગુ છું કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ કલેક્શન અને કોમર્શિયલ સક્સેસથી અલગ છે. કારણ કે આ ફિલ્મ મારા પિતાના સ્વપ્ન હતું જે હવે પૂરું થવા જય રહ્યું છે.”
A world of love, longing & relationships that go beyond reasoning! #KalankTrailer out now – https://t.co/a5XYyEtB80 @duttsanjay #AdityaRoyKapur @Varun_dvn @aliaa08 @sonakshisinha @MadhuriDixit @abhivarman #Kalank
— Karan Johar (@karanjohar) April 3, 2019