કંગના રનૌત તેના બેફિકર સ્વભાવ અને સ્પષ્ટ વાતથી જાણીતી છે. વિવાદોથી સતત ઘેરીયેલી રહેતી કંગના કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે અેક ઈન્ટરવ્યુમાં કંગનાએ કહ્યુ કે તેને અાઈટમ ગીતો બિલકુલ પસંદ નથી તેમજ તેનુ ચાલેતો ફિલ્મોમાંથી અાઈટમ ગીતો પર પ્રતિબંધ મુકાવી દે. કંગના કહે છે કે અાઈટમ ગીતોમાં કરવા જેવુ કંઈ હોતુ નથી. અાઈટમ ગીતો અશ્લીલ હોય છે અથવાતો સાવ ફૂવડ હોય છે.
તેમણે આગળ જણાવ્યું હતું કે, હું કોઇ પણ વસ્તુઓ એવી નથી કરવા માંગતી જે મને મારા માટે, સોસાયટી અને બાળકો માટે નુકસાનકારક હોય.અાવનારી પેઢીઓને શુ અાપીશુ અાપણે. મને જે ગમે તે હું કરૂ છુ હુ મારી મરજીની માલિક છુ.હું ફેરનેસ ક્રિમની અેડ કે પછી ફાલતુ અાઈટમ ગીતો કે પછી મોટા દિગ્ગજ હીરો સામે કામ નથી કરતી.