બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનાઉત સોશિયલ મીડિયા પર પોતાના અંગત મંતવ્યો આપવાથી સંકોચ કરતી નથી. તે બોલિવૂડ, રાજકીય અને સામાજિક મુદ્દા પર પોતાનું વલણ જાળવી રાખે છે અને તેના ચાહકો પણ તેમનું સમર્થન કરે છે અને કેટલીકવાર તેનો વિરોધ કરવામાં આવે છે. અભિનેત્રીએ હવે અમેરિકન ચૂંટણી પરિણામો પર પોતાના મંતવ્યો આપ્યા છે. તેમણે યુનાઇટેડ સ્ટેટ્સના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને ટેકો આપ્યો છે અને યુએસના નવા રાષ્ટ્રપતિ જો બાઇડેનને ટોણો માર્યો છે.
અમેરિકાના નવા ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસના ભાષણ પર કંગનાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, “ગજની બાઇડેન વિશે ખાતરી નથી, જેમનો ડેટા દર 5 મિનિટ પછી ક્રેશ થાય છે, ઘણી દવાઓ કે જે તેમાં ઈન્જેક્ટ કરવામાં આવી છે, તે એક વર્ષ કરતા વધારે ટકશે નહીં, તે સ્પષ્ટ છે કે કમલા હેરિસ જ કમાન સંભાળશે. જ્યારે એક મહિલા ઉભી થાય છે, ત્યારે તે અન્ય મહિલાઓ માટે પણ માર્ગ બનાવે છે. આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરો. ”
https://twitter.com/KanganaTeam/status/1325288675056312325