મુંબઈ : ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતની બહેન રંગોલી ચંડેલનું એક ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે, જે તેમણે વડાપ્રધાન મોદી અંગે કર્યું છે. તેમણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં વડાપ્રધાન મોદી રાહુલ ગાંધીની દંડા મારવાવાળી વાતનો પોતાની શૈલીમાં જવાબ આપી રહ્યા છે. આ વીડિયોને શેર કરતી વખતે રંગોલીએ લખ્યું છે – તે જ કારણ છે, જેના કારણે મોદીજી ભારતના સૌથી પ્રિય વડા પ્રધાન છે. પબ્લિકને ધાકડ લોકો પસંદ છે, નકલી ડૂબેલા ભ્રષ્ટાચારીઓ નહીં.
નોંધનીય છે કે, બજેટ સત્ર દરમિયાન વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિના સંબોધન ઉપર લાવેલા આભારના મત પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ ગૃહમાં રાહુલના હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હવે હું સૂર્ય નમસ્કારની સંખ્યામાં વધારો કરીશ, સૂર્ય નમસ્કાર દ્વારા પીઠને મજબૂત બનાવું છું. રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં કહ્યું હતું કે, હાલની પરિસ્થિતિ જોઈને એમ કહી શકાય કે છ મહિનામાં વડા પ્રધાનને યુવા દંડા મારશે.
Yehi toh attitude hai … jiski vajah se Modi ji is the most loved PM in the history of India … public ko Dhaakad log pasand hain, fake dubke hue currupt choohe billiyaan nahin.. https://t.co/5Ddqgqqj4e
— Rangoli Chandel (@Rangoli_A) February 6, 2020