મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેની કારકિર્દીમાં દર વખતે કંઈક નવું અને સારું કરવા પ્રયાસ કરી રહી છે. તે થલાઇવી ફિલ્મ અંગે સતત ચર્ચામાં છે. ફિલ્મનો ટીઝર વીડિયો રિલીઝ થતાની સાથે જ તે ખૂબ જ ચર્ચામાં છે. કારણ કે, તે આ ફિલ્મમાં તેના લુકને કારણે ટ્રોલ થઈ ગઈ હતી. હવે થલાઈવી ફિલ્મમાંથી કંગનાનો નવો લૂક સામે આવ્યો છે જેમાં તે ક્લાસિકલ ડાન્સર તરીકે જોવા મળી રહી છે.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ થલાઈવી દિગ્ગ્જ રાજકારણી અને ભૂતપૂર્વ અભિનેત્રી જયલલિતાના જીવન પર આધારિત છે.