મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે સોશિયલ મીડિયા પર એક ટ્વીટ કર્યું છે જે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. કંગનાએ સરદાર પટેલની જન્મજયંતી પર એવી વાત કહી હતી કે દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે. વલ્લભભાઇની જન્મજયંતિ નિમિત્તે અભિનેત્રી કંગનાએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે કંગનાએ પોતાના ટ્વિટમાં મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નહેરુની ટીકા કરી હતી.
કંગનાએ ટ્વીટ કર્યું હતું કે, “તેમણે ગાંધીજીને ખુશ કરવા ભારતના પ્રથમ વડા પ્રધાન તરીકે પોતાના સૌથી યોગ્ય અને ચૂંટાયેલા પદની બલિદાન આપ્યું કારણ કે ગાંધીજીને લાગે છે કે નહેરુ વધુ સારી રીતે અંગ્રેજી બોલે છે. આના કારણે સરદાર પટેલને જ નહીં પરંતુ સમગ્રને દેશને દાયકાઓ સુધી નુકસાન વેઠવું પડ્યું. આપણે નિર્લજ્જતાથી તે છીનવી લેવું જોઈએ, જેના પર આપણો હક છે. ”
He sacrificed his most deserving and elected position as the First Prime Minister of India just to please Gandhi because he felt Nehru spoke better English, #SardarVallabhbhaiPatel did not suffer but Nation suffered for decades,we must shamelessly snatch what is rightfully ours. pic.twitter.com/TGxcOlDB3K
— Kangana Ranaut (@KanganaTeam) October 31, 2020