મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત તેના બેબાક નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. શરૂઆતના દિવસોથી જ કંગના એવી ભૂમિકા નિભાવી છે કે લોકોએ તેમને એક તેજસ્વી અભિનેત્રી માની છે. અભિનેત્રીની સાથે કંગનાએ બાકીના સમયમાં ફિલ્મ નિર્માણના કામમાં પણ રસ દાખવ્યો છે અને એવું પણ કહેવામાં આવે છે કે તે આમિર ખાનની જેમ જ ડિરેક્ટર તરીકે પણ પોતાની ફિલ્મોનું નિર્દેશન કરે છે. આ વખતે બોલિવૂડના કોરિડોરથી સમાચાર આવી રહ્યા છે કે કંગનાએ રામ મંદિર પર ફિલ્મ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રી કંગનાએ કહ્યું છે કે, તે હાલમાં એક રસપ્રદ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે અને તેણે તેની યોજના પર પણ કામ શરૂ કરી દીધું છે. આ પ્રોજેક્ટ અયોધ્યાના રામ મંદિર પર આધારિત છે. આ જ કારણ છે કે તે આ સમયે ‘રામાયણ’ જોઈ રહી છે. કંગના અનુસાર, ‘મારી પાસે આ સમયે ઘણી વસ્તુઓની સૂચિ છે. મેં ગઈ રાતે રામાયણ સિરિયલ જોઈ કારણ કે હું આ વિષય પર એક ફિલ્મ બનાવી રહી છું. તે સમય પ્રમાણે તે આશ્ચર્યજનક રહ્યું હશે. પહેલો ડ્રાફ્ટ તૈયાર છે, હવે હું બીજા ડ્રાફ્ટ પર કામ શરૂ કરીશ. હું આ વિશે ખૂબ જ ટૂંક સમયમાં મોટી જાહેરાત કરીશ, હું તમને ટૂંક સમયમાં બધી માહિતી આપીશ. આ જાહેરાત સાથે જ કંગનાએ બલિવુડ ઇન્ડસ્ટ્રીમાં સનસનાટી મચાવી છે. જુઓ આ વિડીયો…