કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ અને વિવાદો વચ્ચે ઘણો જૂનો સંબંધ છે. રંગોલી ચંદેલ પોતાની જાતને કંગના રનૌતની મેનેજર તરીકે દુનિયા સામે રજૂ કરે છે. તેણે સોશિયલ મીડિયા પર અનેક સેલેબ્રિટીઝને આડેહાથ લીધી છે. આ વખતે રંગોલીના નિશાને એક્ટ્રેસ મલાઇકા અરોરા આવી છે. જો કે મલાઇકા પર કટાક્ષ કરવાના ચક્કરમાં રંગોલી પોતે જ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ ગઇ.
હકીગકતમાં મલાઇકા અરોરાએ પોતાના ઇનસ્ટાગ્રામ પર એક ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં તે પોતાના દિકરા અરહાન સાથે જોવા મળી હતી. આ સ્ટોરીના કેપ્શનમાં મલાઇકાએ લખ્યું કે, “When the son is being all nice n taking care of his mommy”. રંગોલીને મલાઇકાની આ તસવીર પસંદ ન આવી અને તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ ફોટો શેર કરતાં લખ્યું, ‘આ છે આજની મોર્ડન મા, ખૂબ જ સરસ’.
બસ એટલામાં તો રંગોલી ટ્વિટર યુઝર્સના નિશાને આવી ગઇ, જે બાદ લોકો અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા અને રંગોલીને ટ્રોલ કરવા લાગ્યા. કેટલાકં લોકોએ તો રંગોલીને ત્યાં સુધી કહી દીધું કે તારુ મગજ કેટલું ઘટિયા છે. સાથે જ કેટલાંક યુઝર્સનું કહેવું છે કે રંગોલીની માનસિકતા ખરાબ છે અને તેને એક સામાન્ય ફોટોમાં પણ કંઇક વાંધાજનક દેખાયુ. જ્યારે કેટલાંક યુઝર્સ એવા પણ છે કે જે કંગનાનું કરિયર ખરાબ થવા પાછળ રંગોલીને જવાબદાર ઠેરવી રહ્યાં છે. જો કે સોશિયલ મીડિયા પર પોતાને ફસાતી જોઇને રંગોલીએ એક નિવેદન આપ્યું કે તેણે મલાઇકાને ફક્ત એક મોર્ડન મૉમ કહી છે, જેમાં કંઇ ખોટુ નથી.