મુંબઈ : બોલિવૂડ ગાયિકા કનિકા કપૂર લખનઉના સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના આઇસોલેશન વોર્ડમાં દાખલ છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે તેનો ત્રીજો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હવે સંજય ગાંધી હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું છે કે, કનિકા કપૂરની સારવાર કેવી રીતે કરવામાં આવે છે.
જણાવી દઈએ કે કનિકા કપૂરનો બીજો કોરોના ટેસ્ટ 24 માર્ચે થયો હતો. તપાસ રિપોર્ટમાં તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. પીજીઆઈના સીએમએસ ડો.અમીત અગ્રવાલે તે સમયે કહ્યું હતું કે કનિકાને કોરોના વોર્ડમાં દાખલ કરાઈ હતી, જેની સારવાર ઇમરજન્સી મેડિસિન, પલ્મોનરી મેડિસિન અને અન્ય ઘણા વિભાગના ડોકટરોની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. તે હાલમાં આઇસોલેશન વોર્ડમાં છે.
ગાયક કનિકા કપૂર, 11 માર્ચે લંડનથી લખનઉ આવી હતી. કનિકાએ 13, 14 અને 15 માર્ચે હોળીને લગતી બે-ત્રણ પાર્ટીઓમાં હાજરી આપી હતી, આ દરમિયાન તે લગભગ 300-400 લોકોને મળી હતી. ઘણા રાજકારણીઓ અને અધિકારીઓ પણ કનિકાની પાર્ટીઓમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પૂર્વ સીએમ વસુંધરા રાજે, દુષ્યંત કુમાર અને ઉત્તર પ્રદેશના કેટલાક પ્રધાનો શામેલ હતા.