મુંબઈ : રણવીર સિંહે અનેક હિટ ફિલ્મો દીધા બાદ આજકાલ ’83’ ફિલ્મમાં વ્યસ્ત છે. આમાં તે ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મની વાર્તા ભારતીય ક્રિકેટ ટીમ ઓફ ક્રિકેટ વર્લ્ડ કપની ઐતિહાસિક વિજય પર આધારિત છે. રણવિરે સોશિયલ મીડિયા પર આ ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે.
રણવીર સિંહે ઇન્સ્ટગ્રામ પર ’83’ ફિલ્મનો ફર્સ્ટ લૂક રજૂ કર્યો છે. અહીં મૂવીના સમગ્ર સ્ટાર કાસ્ટ ગ્રાઉન્ડ પર જોવા મળી રહ્યા છે અને તે બધા જુસ્સાથી ભરપૂર છે. ફોટોની નીચે લખવામાં આવ્યું છે કે, 1 YEAR TO’ 83. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા ફિલ્મની આખી ટીમ ધર્મશાળા ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચી હતી, જ્યાં કપિલ દેવ રણવીર સહીત બધા અભિનેતાઓને ક્રિકેટની નાની નાની બાબતો અંગે જણાવી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર આ સમયની ઘણી છબીઓ પણ વાયરલ થઇ હતી.
એક મીડિયાના અહેવાલ અનુસાર, ફિલ્મનું શૂટિંગ આગામી મહિને 15 મી મેથી શરૂ થશે. પ્રથમ શેડ્યૂલ લંડન અને સ્કોટલેન્ડમાં શૉટ કરવામાં આવશે, જે 100 દિવસ સુધી ચાલશે. કબીર ખાને આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. અગાઉ કબીરે કાબુલ એક્સપ્રેસ, ફેન્ટમ, એક થા ટાઇગર અને ટ્યુબલાઈટ જેવી ફિલ્મો નિર્દેશિત કરી હતી.