મુંબઈ : ‘ધ કપિલ શર્મા શો’ માં, ભોજપુરી સિનેમાના સ્ટાર્સ આ અઠવાડિયે તડકો લગાવશે. આ અઠવાડિયે આ શોમાં આમ્રપાલી દુબે, કાજલ રાઘવાણી અને પવન સિંહ, દિનેશ લાલ યાદવ નિરહુઆ જોવા મળશે. આ શોનો વીડિયો દિનેશ લાલ યાદવ એટલે કે નિરહુઆએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કર્યો છે. વિડીયો પર જોરદાર કમેન્ટ્સ આવી રહી છે.
કપિલે ભોજપુરી ગીત અંગ્રેજીમાં ગયું
આ વીડિયોના પ્રોમોમાં કપિલ શર્મા ભોજપુરી સ્ટાર પવન સિંહના જબરદસ્ત હિટ ગીત ‘લોલીપોપ લાગેલું’ વિશે વાત કરે છે . કપિલ શર્માએ આ ગીતનું અંગ્રેજી વર્ઝન ગાયું છે, જે સાંભળીને દરેકને હસવા લાગે છે.