બિગબોસ-18ના ગ્રાન્ડ ફિનાલેમાં શોનાં હોસ્ટ સલમાન ખાને વિનરની જાહેરાત કરી હતી. કરણવીર મહેરા બિગબોસ-18નો વિનર બન્યો હતો.
ભારે ઉતાર ચઢાવ અને વિવાદો સાથે બિગ બોસની સિઝન 18 પૂર્ણ થઈ હતી. બિગ બોસે વિવિય અને કરણ અંગે કેટલીક સકારાત્મક ટીપ્પણી કરી હતી.
ટોપ-2માં વિવિય ડિસેના અને કરણવીર મહેરા રહ્યા હતા. શરુથી જ એવી ધારણા હતી કે રજત દલાલ બિગ બોસનો બોસ બનશે પરંતુ ટોપ-2ની રેસમાંથી રજત આઉટ થયો હતો. ત્યાર બાદ 10 મિનિટ માટે વોટીંગ લાઈન ઓન કરવામા આવી હતી.
ફિટનેસ ઇન્ફ્લુએન્સર રજત દલાલના ઇન્સ્ટાગ્રામ પર 3 મિલિયનથી વધુ ચાહકો છે. પરંતુ સલમાન ખાને રજત દલાલના ઈવિએક્શનની જાહેરાત કરી હતી અને રજત ટોપ-2મી રેસમાંથી આઉટ થયો હતો.
અન્ય સ્પર્ધકોની વાત કરીએ તો, કરણ વીર મહેરાના 654K ફોલોઅર્સ છે, જ્યારે વિવિયન ડીસેનાના 1.6 મિલિયન, અવિનાશ મિશ્રાના 1.5 મિલિયન, ચુમ દરાંગના 478K અને ઈશા સિંહના પણ 1.5 મિલિયન ફોલોઅર્સ છે. ફોલોઅર્સનો આંકડો જોતાં શરુથી જ એવું લાગતું હતું કે રજત દલાલ બિગ બોસ-18નો વિનર બનશે.
બિગ બોસના ફિનાલેમાં ટોપ સિક્સ કન્ટેસ્ટન્ટ હતા. જેમાં વિવિયન ડિસેના, કરણ વીર મહેરા, ઈશાસિંહ, અવિનાશ મિશ્રા, રજત દલાલ અને ચૂમ દરાંગનો સમાવેશ થયો હતો.
6 પૈકી વીર પહારીયાને એલિમિનેશન માટે બોલાવવામાં આવ્યો હતો. વીર પહારીયા ઈશા સિંહને ઘરમાંથી બહાર લઈને ગયો હતો. ઈશાએ કહ્યું કે હું અનેક પોઝીટીવિટી લઈને જઈ રહી છું. ઈશા બાદ પછી ચૂમ દરાંગ અને ત્યાર બાદ અવિનાશ મિશ્રા ઘરમાંથી બહાર નીકળ્યો હતો.
આમિર ખાનના પુત્ર જુનેદ ખાન અને બોની કપૂર-શ્રીદેવીની દિકરી ખુશી કપૂરની આગામી ફિલ્મ લવશ્યપ્પાના પ્રમોશન માટે આવ્યા હતા. આ બન્નેની સાથે પહેલી વાર આમિર ખાન પણ બિગ બોસના સેટ પર જોવા મળ્યો હતો. બન્નેએ પોતાની ફિલ્મ અંદાઝ અપના અપનાની કેટલીક યાદગાર પળો પર મનોરંજન કર્યું હતું.
બિગ બોસની ઈનામી રકમ અને ટ્રોફી
બિગબોસ-18 ના વિજેતાને ચમકતી ટ્રોફી અને 50 લાખ રૂપિયાની ઇનામી રકમ પણ મળશે. સલમાન ખાને થોડા દિવસ પહેલા ટ્રોફીની ઝલક બતાવી હતી.