મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂરે તેમના ભાઈ અરમાન જૈનના લગ્ન બાદ યોજાયેલા રિસેપ્શનમાં જોરદાર ડાન્સ પર્ફોમન્સ આપી હતી. આ બંને કપૂર બહેનોનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
ગઈરાત્રે થયેલી પાર્ટીના આ લેટેસ્ટ વીડિયોમાં બોલિવૂડના કિંગ મેકર કરણ જોહર સાથે કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂર એક સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ત્રણેય મળીને કરીનાના સુપરહિટ ડાન્સ નંબર ‘બોલે ચુડિયા’ પર પરફોર્મન્સ આપી રહ્યા છે. જુઓ આ વિડીયો…