મુંબઈ : અભિનેત્રી કરીના કપૂર ખાન તેના અભિનય માટે એટલી જ જાણીતી છે જેટલી તે તેના પેરેંટિંગ માટે પ્રખ્યાત છે. હવે, પુત્ર તૈમૂર અલી ખાન સાથે કરીનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને દરેક જણ આ માતા-પુત્રની જોડીની પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયોમાં કરીના અને તૈમૂર ડાંસ કરતા જોવા મળી રહ્યા છે.
થોડા દિવસો પહેલા કરણ જોહરના જોડિયા બાળકો રૂહી અને યશે પોતાનો ત્રીજો જન્મદિવસ ઉજવ્યો હતો. જેમાં તેણે બોલિવૂડના સેલિબ્રેટ બાળકોને ભવ્ય પાર્ટી આપી હતી. તૈમૂર સાથે કરીના કપૂર, ઈનાયા સાથે સોહા અલી ખાન, અબરામ અને મીશા કપૂર પણ પાર્ટીની મજા માણતા નજરે પડયા હતા. હવે આ પાર્ટીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કરિના પણ બાળકોને સપોર્ટ આપી રહી છે અને જબરદસ્ત ડાન્સ કરી રહી છે. જુઓ વિડીયો…