મુંબઈ : કરીના કપૂર ખાનના લોકપ્રિય રેડિયો શો ‘વોટ વુમન વોન્ટ’માં કરીના ઘણી વાર બોલીવુડના સેલેબ્સ સાથે ઘણા મુદ્દા પર વાતો કરે છે. કરીનાએ તેના છેલ્લા એપિસોડમાં સારા અલી ખાન સાથે મોર્ડન રિલેશનશિપ વિશે વાત કરી. કરીના સારાને પૂછે છે કે, શું તેઓએ ક્યારેય તોફાની (નોટી) સંદેશા મોકલ્યા છે? કરીનાએ પણ હાસ્ય સાથે ઉમેર્યું હતું કે હું આ વિશે જાણવા માંગતી નથી અને આશા રાખું છું કે તારા પિતા આ શો જોઈ રહ્યા નહીં હોય. સારાએ આ સવાલના જવાબમાં હા પાડી. ઉલ્લેખનીય છે કે, સારા સૈફ અલી ખાનની પુત્રી છે. સૈફે કરીના પહેલા અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા.
આ સિવાય કરીનાએ સારાને પૂછ્યું કે, શું તે વન નાઇટ સ્ટેન્ડમાં સામેલ થઇ છે ? કરીનાએ એમ પણ ઉમેર્યું હતું કે અમે એક આધુનિક પરિવારનો ભાગ છીએ. જેના જવાબમાં સારાએ કહ્યું કે, એવું ક્યારેય બન્યું નથી. જેના પર કરીનાએ રાહતનો શ્વાસ લીધો. સારાએ એમ પણ કહ્યું હતું કે, તેણે ક્યારેય તેના સંબંધોમાં છેતરપિંડી કરી નથી અને તે તેના પાર્ટનરનો ફોન પણ ચેક કરતી નથી.
આ સિવાય પોતાના સહ-સ્ટાર્સ વિશે વાત કરતા સારાએ કહ્યું હતું કે, તેના તમામ કો-સ્ટાર્સ ખૂબ મૈત્રીપૂર્ણ રહ્યા છે અને સારાએ ક્યારેય તેના સહ-સ્ટાર્સને નકારવાની જરૂર ન પડી. તેણે કહ્યું કે, મારા તમામ સહ-અભિનેતાઓ સાથે સારા વ્યવસાયિક સંબંધો છે. તમને જણાવી દઈએ કે, સારા કેદારનાથમાં સુશાંત સિંહ રાજપૂત અને સિમ્બામાં રણવીર સિંહ જોવા મળી છે, જ્યારે લવ આજ કલમાં કાર્તિક આર્યન અને કુલી નંબર 1 માં વરૂણ ધવન સાથે જોવા મળશે.