મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન તાજેતરમાં જ મંગળવારે સાંજે ચોકલેટ કેક ખાવાના મૂડમાં જોવા મળી હતી અને કરીનાએ કેક ખાધી પણ હતી. કરીના કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક ફોટો શેર કર્યો છે જેમાં કેકનો ટુકડો જોવા મળ્યો છે.
ફોટો શેર કરવા સાથે કરીના પણ કેક સાથે કવિતા બનાવતી જોવા મળી હતી. ફોટો સાથે, કરીનાએ પ્રખ્યાત નર્સરી કવિતામાં પોતાના શબ્દો ઉમેરી લખ્યું હતું – Roses are Red. She wrote, ‘Roses are red, Violets are blue, I’m going to eat cake, And so must you. (તો, ગુલાબ છે લાલ, વાયોલેટ અને વાદળી છે, હું કેક ખાવા જઈ રહી છું, અને તમે પણ આવો.)
કરીના ટૂંક સમયમાં સેલિબ્રિટી કુકિંગ શો સ્ટાર વિ ફૂડમાં જોવા મળશે. તેણે આ અઠવાડિયાની શરૂઆતમાં ફર્સ્ટ લૂક શેર કર્યો. પ્રોમોમાં ફિલ્મ નિર્માતા કરણ જોહર, મલાઈકા અરોરા, અર્જુન કપૂર અને પ્રતીક ગાંધીનો સમાવેશ થયો હતો આ બધા સ્ટાર્સ એક શોમાં રસોઈ બનાવતા જોવા મળશે. કરીનાએ તાજેતરમાં જ તેના પતિ અભિનેતા સૈફ અલી ખાન સાથે ફેબ્રુઆરીમાં બીજા પુત્રને આવકાર્યો હતો. કરીનાએ સોશિયલ મીડિયા પર ઘણી વાર પોતાના પુત્રનો ફોટો શેર કર્યો છે પરંતુ હજી સુધી તેનો ચહેરો કે નામ જાહેર કર્યુ નથી.
ચાલો તમને જણાવી દઈએ કે, આ પાંચ હસ્તીઓ ડિસ્કવરી પ્લસ પર આગામી અનોખા કુકિંગ શોમાં જોવા મળશે. તાજેતરમાં જ અભિનેત્રી કરીના કપૂર ખાને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર મલાઈકા, અર્જુન, પ્રતીક અને કરણ પર સ્ટાર વિ ફૂડનો પ્રોમો શેર કર્યો છે. શેર કરેલા વીડિયોમાં આપણે કરીનાને પનીર ખવડાવતા જોઈ શકીએ છીએ જ્યારે મલાઇકા મોટી કાચી માછલી સાથે દેખાય છે.