બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન તો દર્શકો અને પાપારાઝીમાં ફેવરિટ છે જ, સાથે-સાથે તેનો અને સૈફનો દીકરો તૈમૂર પણ એટલો જ ફેમસ છે. તૈમૂરને જોતાં જ પાપારાઝી ફોટો પાડવા અને વીડિયો ઉતારવા ઉમટી પડે છે. પરંતુ હવે તૈમૂર આ બધાથી કંટાળી ગયો છે. આ અંગેનો ખુલાસો કરીનાએ Ishq FM 104.8 પર પ્રસારિત થનાર રેડિયો શો What Women Want માં કર્યો હતો. સૈફ અને કરીનાનો દીકરો તૈમૂર ઈન્ટરનેટ સેન્સેશન છે. તેના ક્યૂટ અને નટખટ અંદાજના કારણે કરોડો લોકો તેના દિવાના બન્યા છે.
3 વર્ષનો તૈમૂર ભલે મીડિયાનો ફેવરિટ હોય, પરંતુ તેના કારણે તૈમૂર કંટાળ્યો છે. તાજેતરમાં જ આ અંગે શાહરૂખની પત્ની ગૌરીએ પણ કહ્યું હતું કે, મીડિયાના કારણે જ તેમન અ[ઉત્ર અબરામને પણ ઘરમાંથી બહાર નૂઈકળવું નથી ગમતું. કારણકે બહાર નીકળે એટલે ફોટોગ્રાફર્સ તેને ઘેરી વળે છે.
કરીનાએ પણ ગૌરીની વાતનું સમર્થન કરતાં કહ્યું કે, ફોટોગ્રાફર્સના આ વર્તનની અસર બાળકો પર થાય છે. ઘણી વાર તો તૈમૂર ને પણ ફોટો ન પડાવવો હોય તો કહી દે છે- નો ફોટોઝ કરીનાએ જણાવ્યું કે, તૈમૂરને હવે બોલતાં આવડી ગયું છે. હવે તેના પર આખો દિવસ નજર રાખવામાં આવે છે અને તે પણ અ અવાત સમજે છે. વધુમાં કરીનાએ એમ પણ જણાવ્યું કે, અમે એમ નથી કહેતાં કે તમે તમારું કામ ન કરો, પરંતુ થોડી તો સ્પેસ આપો. અમે તેમને એક એવા વાતાવરણમાં મોટાં કરવા ઇચ્છીએ છીએ, જ્યાં તેઓ પોતાની જાતને સુરક્ષિત સમજે.
ઘણીવાર સૈફ અને કરીના ફોટોગ્રાફર્સ સાથે વાત કરતાં જોવા મળ્યાં છે, જ્યાં તેઓ ફોટોગ્રાફર્સને તૈમૂરથી થોડું અંતર જાળવી રાખવાનું કહે છે.