મુંબઈ : કરીના કપૂરે ગુરુવારે (12 માર્ચે) તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે બ્લેક લેધર પેઇન્ટ અને જેકેટમાં જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરતાં તેણે લખ્યું, ‘ઓહ મને સ્લો-મો (સ્લો મોશન) વિડિઓ કેટલો ગમે છે … તે ક્રેઝી હોમી અદજાનીયા દ્વારા કેપ્ચર કરાયો છે’.
કરીનાએ શેર કરેલો વિડિઓ સ્લો મોશનમાં છે અને તે તેમાં એટીટ્યુડ સાથે ચાલતી જોવા મળે છે. વિડીયોના બેકગ્રાઉન્ડમાં અમેરિકન પૉપ -રોક બેન્ડ જૂથ ઇમેજિન ડ્રેગન્સનું ‘બેલીવર’ ગીત સંભળાય છે. કરીનાની આગામી ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ આ શુક્રવારે (13 માર્ચ) રિલીઝ થઈ રહી છે. જેનું દિગ્દર્શન હોમી અદજાનિયાએ કર્યું છે અને લોકેશન જોઇને લાગે છે કે કરીનાનો આ સ્લો મોશન વીડિયો આ ફિલ્મના શૂટિંગ દરમિયાનનો છે.
કરિશ્માએ લખ્યું ‘ટોપ કોપ’
વીડિયોમાં કરીનાએ જેકેટ પહેર્યું છે, તેના પર પોલીસ લખવામાં આવ્યું છે. જેના કારણે કરિશ્માએ તેમની પોસ્ટ પર ટિપ્પણી કરી અને તેને ‘ટોપ કોપ’ ગણાવી છે.