મુંબઈ : બોલિવૂડમાં સુપરસ્ટારનો દરજ્જો મેળવનારી અભિનેત્રી અને બહેનો કરિશ્મા કપૂર અને કરીના કપૂર ખાન આજે પણ મનોરંજન ઉદ્યોગમાં ખૂબ સક્રિય છે. 90 ના દાયકામાં બોલિવૂડની ટોચની અભિનેત્રી તરીકે ગણાતી કરિશ્મા કપૂર અને છેલ્લા એક દાયકામાં પોતાના અભિનયથી લોકોનું દિલ જીતનાર કરીનાએ ક્યારેય એક સાથે ફિલ્મમાં કામ કર્યું નથી. કરિશ્માએ હાલમાં જ આ વિશે વાત કરી છે અને કહ્યું છે કે તે ચોક્કસપણે કરીના સાથે કામ કરવાનું પસંદ કરશે.
કરિશ્માએ કહ્યું હતું કે, હું કરીના સાથે કામ કરવા માંગુ છું અને મને ખબર છે કે તે પણ આ જ વિચાર કરે છે. આ એક મોટી જવાબદારી છે અને અમે એક સંપૂર્ણ સ્ક્રિપ્ટ શોધી રહ્યા છીએ. મને આશા છે કે કોઈ અમારા બંને માટે એક સરસ સ્ક્રિપ્ટ લખશે અને અમારી પાસે આવશે. કારણ કે અમે જાણીએ છીએ કે અમે સાથે મળીને કામ કરવામાં આનંદ લઈશું.