મુંબઈ : અભિનેતા કાર્તિક આર્યને બોલીવુડમાં પોતાના માટે એક અલગ સ્થાન બનાવ્યું છે. જોકે તેની તાજેતરની ફિલ્મ ‘લવ આજ કલ’એ બોક્સ ઓફિસ પર ખાસ કંઈપણ બતાવ્યું ન હતું, પરંતુ તેનાથી આર્યનની લોકપ્રિયતા ઓછી થઈ નથી. તે ઘણી મોટી ફિલ્મોમાં પણ દેખાવા જઇ રહ્યો છે. આ દરમિયાન કાર્તિકની ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ ને બે વર્ષ પૂરા થયા છે. આ ફિલ્મ પણ કાર્તિકની કારકિર્દી માટે ખૂબ જ મહત્વપૂર્ણ ફિલ્મ માનવામાં આવે છે.
કાર્તિક પોતે ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ ને તેની એક ખાસ ફિલ્મ માને છે. આ ફિલ્મ તેના હૃદયની ખૂબ નજીક છે. આ જ કારણ છે કે જ્યારે ફિલ્મને બે વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેણે સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી હતી. વળી, તેણે આ ફિલ્મને ખૂબ પ્રેમ આપવા બદલ ચાહકોનો આભાર પણ માન્યો.