મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે થોડા દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી, જેમાં તેણે કાર્તિક આર્યનને ‘ધીમે-ધીમે’ ગીત પર ડાન્સ સ્ટેપ્સ શીખવવા માટે વિનંતી કરી હતી. દીપિકાએ લખ્યું, “કાર્તિક, તું મને ‘ધીમે-ધીમે’ ગીત પર ડાન્સ સ્ટેપ્સ શીખવીશ ? મારે પણ ધીમે ચેલેન્જમાં ભાગ લેવો છે.” હવે એક નવીનતમ વીડિયો બતાવે છે કે કાર્તિક આર્યને દીપિકા પાદુકોણની આ ઇચ્છા પૂરી કરી છે.
સામે આવેલા વીડિયોમાં કાર્તિક મુંબઇ એરપોર્ટ પર દીપિકા પાદુકોણને ગીતના ડાન્સ સ્ટેપ્સ શીખવતો નજરે પડે છે. પહેલા વીડિયોમાં દીપિકા એકદમ ક્રૂડ સ્ટેપ્સ કરતી જોવા મળી રહી છે, પરંતુ તે આ સ્ટેપ્સ ખૂબ જ ઝડપથી શીખે છે અને બીજા વીડિયોમાં તે ઘણાં પરફેક્શન સાથે આ સ્ટેપ્સ કરતી જોવા મળી રહી છે.