મુંબઈ : બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યનની ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ આજે (6 ડિસેમ્બરે) રિલીઝ થઈ છે. આ પહેલા કાર્તિક આર્યનની ટિક ટોક ડેબ્યૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ‘ધીમે – ધીમે’ ગીત પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. કાર્તિકની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની અત્યાર સુધીની રિલીઝ થયેલી તમામ ફિલ્મો સુપરહિટ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર કાર્તિકની મોટી ફેન ફોલોઇંગ છે. આને કારણે તેણે હવે ટિક ટોક પર ડેબ્યૂ કર્યું છે. આ વીડિયોને શેર કરતી વખતે કાર્તિકે લખ્યું છે – ‘જહાં પબ્લિક વહાં મેં’.
તાજેતરમાં જ કાર્તિકે એક બ્લોગ દ્વારા તેમના સંઘર્ષની વાર્તા ત્રીજી ફિલ્મની રજૂઆત સુધી 12 લોકો સાથે કેવી રીતે તે એક જ ફ્લેટમાં રહ્યો હતો, તે વિશે જણાવ્યું હતું. કાર્તિક આજે ‘પ્યાર કા પંચનામા’, ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ અને ‘લુકાછુપ્પી’ જેવી ફિલ્મો કરીને પ્રેક્ષકોના દિલ પર રાજ કરી રહ્યો છે. કાર્તિક પાસે ઘણી મોટી બેનર ફિલ્મો છે, પરંતુ તેને આ સફળતા એટલી સરળતાથી મળી નથી. કાર્તિકે આ વાતનો ખુલાસો સોશિયલ મીડિયા બ્લોગ દ્વારા કર્યો હતો.
કાર્તિકે આ બ્લોગમાં જણાવ્યું છે કે, કેવી રીતે તેમને ઓડિશન આપ્યા વિના બહાર કઢી મુકવામાં આવતો હતો. મારા માતાપિતા તબીબી ક્ષેત્રમાં હતા અને હું એન્જિનિયરિંગ કરવાનું વિચારી રહ્યો હતો, પરંતુ મેં 9માં ધોરણમાં ‘બાઝીગર’ ફિલ્મ જોઈ અને મને સમજાયું કે હું સ્ક્રીનની બીજી બાજુ રહેવા માંગું છું. મને મારા માતાપિતાની પ્રતિક્રિયા વિશે ખબર નહોતી, તેથી મેં નક્કી કર્યું કે હું ગ્વાલિયરમાં 12 સુધી અભ્યાસ કરીશ અને મુંબઇ જઈશ કોલેજમાં ભણવા. સદભાગ્યે મને નવી મુંબઇ કોલેજમાં પ્રવેશ મળ્યો અને છાત્રાલયોમાં રહેવાનું શરૂ કર્યું. સાથોસાથ ઓડિશનની શોધ શરૂ કરી. મારી પાસે અભિનયને લગતા લોકોનો સંપર્ક નંબર નથી, તેથી હું ફેસબુક પર ‘એક્ટર નીડેડ’ જેવા કીવર્ડ્સ ટાઇપ કરતો હતો. તેને ખૂબ જ જહેમત બાદ પ્રથમ બ્રેક મળ્યો હતો. પરંતુ જો મને મારી જાત પર વિશ્વાસ ન હોટ, તો આજે હું આ ન હોત.