પ્યાર કા પંચનામા સિરીઝની ફિલ્મોથી પ્રસિદ્ધ થયેલો અભિનેતા કાર્તિક આર્યન હંમેશા ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયામાં ખુબ ફેમસ છે. તેના વીડિયો અને ફોટોઝ અવાર નવાર વાયરલ થતાં જોવા મળે છે. આમ તો તેને ચોકલેટી બોય તરીકે ઓળખવામાં આવે છે અને ગર્લમાં તે વધારે ફેમસ થયેલું કેરેક્ટર છે. કેટલાક દિવસો પહેલા તે કરીનાના શોમાં પહોંચ્યા હતો કે ત્યારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કરીના પોતાના શો વિશે વાત કરી રહી હતી. આ વીડિયોમાં મેઈન વાત એ છે કે જેનાં કારણે વીડિયો વાયરલ થઈ રહ્યો છે એ એમ છે કે કાર્તિક આર્યન એવું કહે છે કે, સૈફ સાથે લગ્નની વાત કરી લઉં?
અહિંયા કાર્તિક કરીનાને પુછે છે કે, અહિંયા ફાલતુંના સવાલો નહીં થાય? આ વાત પર કરીના કહે છે કે આ સારો શો છે. બધા ટોપિક એકદમ નોર્મલ છે. તને ખુબ મજા આવશે. અમે અહીં વધારે મર્દોને નથી બોલાવતા. માત્ર તું અને સૈફ જ હશો.
કરીનાએ જેવો જ સૈફનો ઉલ્લેખ કર્યો કે તરત જ મોકો જોઈને કાર્તિકે મજાક કરી લીધી કે તો સૈફ સાથે લગ્નની વાત કરી લઉં. આ વાત બાદ કાર્તિક અને કરીના જોર જોરથી હસંવા લાગે છે. ઉલ્લેખનીય છે કે કરણ જોહરનાં શોમાં સારાએ કહ્યું કે તેને કાર્તિક ગમે છે ત્યારથી બંન્નેની ડેટિંગની ખબરો અને રિલેશનની ખબરો ઉડી રહી છે.