મુંબઈ : અભિનેત્રી કાશ્મીરા શાહ તેના ગ્લેમરસ ફોટોઝને કારણે હેડલાઇન્સમાં છે. બ્લેક બિકિનીમાં તેના ફોટાઓની ચર્ચા હમણાં જ શરૂ થઈ હતી કે તેણે બ્લુ બિકિનીમાં વધુ ગ્લેમર પાથરી ફરી ચર્ચા જગાવી છે. કાશ્મીરાએ તેની નવીનતમ તસવીરો બ્લુ બિકિનીમાં શેર કરી છે. તેમના પતિ કૃષ્ણા અભિષેકે પણ તેમના પર ટિપ્પણી કરી છે.
આ ગ્લેમરસ ફોટોશૂટમાં 48 વર્ષીય કાશ્મીરા એકદમ અલગ સ્ટાઇલમાં જોવા મળી રહી છે. પૂલની ટોચ પર વાદળી રંગની બિકિની અને મલ્ટીકલર શ્રગ પહેરીને કાશ્મીરા સાવ જુદી જ દેખાઈ રહી છે અને તેની સુંદરતા આ ઉંમરે પણ અકબંધ દેખાઈ રહી છે.
કાશ્મીરાએ તેના સુંદર શરીરને ફ્લોન્ટ કરતી વખતે પોઝ આપ્યો છે. તેણે એક ફોટો શેર કર્યો અને લખ્યું- ‘પરિવર્તન તમારી સાથે શરૂ થાય છે. જો તમારે પરિવર્તન જોઈએ છે, તો પછી તમારી જાતને બદલો.