મુંબઈ : અક્ષય કુમાર અને કેટરિના કૈફ અભિનીત સૂર્યવંશી ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ અંગે ચાહકોમાં પહેલેથી જ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મ જેટલી ગંભીર છે તેનાથી ઉલટી ફિલ્મની કાસ્ટ અને ક્રૂ છે. કેટરીનાએ સૂર્યવંશીની ટીમ સાથે દરિયા કિનારે રમતા બીટીએસનો એક વીડિયો શેર કર્યો છે.
વીડિયોમાં કેટરિના કૈફ ક્રૂ મેમ્બરની સાથે ડોગ એન્ડ ધ બોનની રમત રમતી જોવા મળી શકે છે. તેમના સિવાય ટીમના બાકીના સભ્યો પણ મનોરંજનના મૂડમાં છે. આ સાથે જ અક્ષય કુમાર કેટરીનાની રમતની વ્યૂહરચના પર નજર રાખી રહ્યો છે. જોકે કોઈક રીતે કેટરિના આ રમત જીતી લે છે. દરમિયાન કેટરિનાએ તેને કહ્યું, ‘આવો ચહેરો બનાવવાનું બંધ કરો’