મુંબઈ : બધા જાણે છે કે કેટરિના કૈફ અને અક્ષય કુમાર સારા મિત્રો છે. તો હવે તેના મિત્ર ની જેમ કેટરિના કૈફે કોરોનાવાયરસ સામેના યુદ્ધમાં પીએમ કેર્સ ફંડ (વડાપ્રધાન રાહત ભંડોળ) અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહત ફંડમાં ફાળો આપવા માટે પૈસા દાનમાં આપ્યા છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર લોકોને આ અંગેની માહિતી આપી છે.
કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે અને કહ્યું છે કે ‘હું મારી કમાણીનો થોડો ભાગ વડાપ્રધાન રાહત ભંડોળ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહત ભંડોળને દાન કરું છું. કોરોના વાયરસથી પીડાતા દેશ માટે હું દુઃખી છું. જો કે કેટરીના કૈફે જે રકમ દાનમાં આપી હતી, તે હજુ સુધી જાહેર કરી નથી. આ પોસ્ટ જુઓ…