મુંબઈ : છેલ્લા 15 વર્ષથી કેટરિના કૈફ, વરૂણ ધવન અને અર્જુન કપૂર મિત્રો છે. થોડા વર્ષો પહેલા વરુણ અને અર્જુન કપૂરે ‘આઈ હેટ કેટરિના’ ક્લબની રચના કરી હતી અને કેટરીનાએ પણ આ ક્લબ વિશે કોફી વિથ કરણ શો પર વાત કરી હતી. જો કે, આ ક્લબ હવે પૂરી થઈ ગઈ છે અને કેટરિનાની નવીનતમ પોસ્ટ મુજબ, હવે ત્રણેય મિત્રો વચ્ચે એક નવી ક્લબની રચના કરવામાં આવી છે.
કેટરિનાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં કેટરિના વરૂણ ધવન અને અર્જુન કપૂર સાથે Video Call કરતા જોવા મળી રહ્યા છે. આ ફોટામાં ત્રણેય સ્ટાર્સ એકબીજા સાથે વીડિયો કોન્ફરન્સ કરતા જોવા મળ્યા હતા અને કેટરિનાએ પણ તેના નવા ક્લબનું નામ જાહેર કર્યું હતું. કેટરિનાએ આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, રિયુનાઇટેડ. અમારી નવી ક્લબનું નામ હવે વધુ સારું છે. ‘આઇસોલેટેડ આર અસ.’