મુંબઈ : અભિનેત્રી કેટરિના કૈફ કોરોના પોઝિટિવ બની છે. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટેટ્સ દ્વારા આ માહિતી આપી હતી. અભિનેત્રી કેટરિના કૈફે પોતાના નિવેદનમાં કહ્યું, “મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં તરત જ પોતાને અલગ (આઇસોલેટ) કરી દીધી છે અને ઘરેલુ સંસર્ગનિષેધ (ક્વોરેન્ટીન)માં રહીશ.”
તેમણે કહ્યું કે, હું મારા ડોકટરોની સલાહથી તમામ સલામતી પ્રોટોકોલોનું પાલન કરી રહી છું. હું મારા સંપર્કમાં રહેલા તમામ લોકોને અપીલ કરું છું કે તેમનો ટેસ્ટ તાત્કાલિક ધોરણે કરાવવામાં આવે. તમારા પ્રેમ અને ટેકો બદલ આભાર. સલામત બનો અને તમારી સંભાળ રાખો. ”
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં, ઘણી હસ્તીઓને કોરોનામાં ચેપ લાગ્યો છે. તાજેતરના સમયમાં અક્ષય કુમાર, આમિર ખાન, આલિયા ભટ્ટ, આર માધવન, રણબીર કપૂર, ફિલ્મ ડિરેક્ટર સંજય લીલા ભણસાલી, ગાયક આદિત્ય નારાયણ, અભિનેત્રી ભૂમિ પેડનકર, વિકી કૌશલ, હાસ્ય કલાકાર કૃણાલ કામરા અને શશાંક ખેતાનને ચેપ લાગ્યો છે.