મુંબઈ : અર્જુન કપૂર અને કેટરિના કૈફની વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર જે મસ્તી થાય છે તે કોઈથી છુપાયેલી નથી. આ બંને કલાકારો સારા મિત્રો છે અને સોશ્યલ મીડિયા પર એક બીજાને ટ્રોલ કરતા રહે છે. જો કેટરિના અર્જુનના ફોટા પર કમેન્ટ કરે છે તો અર્જુન કપૂર પણ કેટરીનાને ડાયલોગ મારવામાં પાછળ રહેતો નથી.
કેટરીનાની તસવીરો પર ટીપ્પણી કરતાં અર્જુન કેટરીનાના ફોટા થોડા સમયથી ટ્રોલ કરી રહ્યો હતો અને હવે કેટરિનાએ તેનો બદલો લીધો છે. અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કર્યો છે, જેમાં તે માથા પર હાથ રાખીને કંઈક વિચારી રહ્યો છે. આવી સ્થિતિમાં કેટરીનાએ તેના ફોટા પર ટિપ્પણી કરીને તેને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આંખો પર ચશ્મા લગાવેલો અર્જુનનો આ ફોટો એકદમ સારો છે. કેટરિનાએ ટિપ્પણી કરી, ‘શું થયું, તમે કંઈ ગુમાવ્યું છે?’ અર્જુને પણ આ વાતની મજાકમાં પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, ‘કેટરિના કૈફ મે તમારો ફોન નંબર ગુમાવ્યો છે. અહીં મોકલોને.