મુંબઈ : હોલીવુડની પોપ સિંગર કેટી પેરી અને અભિનેતા ઓર્લાન્ડો બ્લૂમે તેમના લગ્નની તારીખ મોકૂફ રાખી હોવાના અહેવાલ છે. અહેવાલ છે કે, આ જોડીએ કોરોના વાયરસને લીધે આ નિર્ણય લીધો છે. કેટી અને ઓર્લાન્ડો જાપાનમાં લગ્ન કરવાના હતા, પરંતુ જાપાનમાં હાલમાં કોવિડ -19 એટલે કે કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે, તેથી બંનેએ પોતાના લગ્ન રદ કરવાનો નિર્ણય લીધો છે.
લગ્ન મોકૂફ રાખ્યા
એક સ્ત્રોતે કહ્યું હતું કે, કોરોના વાયરસના ઘાતક પ્રભાવોને લીધે, સ્ટાર દંપતીએ ફરીથી તેમના ભવ્ય લગ્નની યોજના વિશે વિચાર કર્યો અને આવતા વર્ષે તે કરવાનું નક્કી કર્યું. હવે કેટી પેરી અને ઓર્લાન્ડો બ્લૂમ વર્ષ 2021 માં લગ્ન કરશે. ત્યાં સુધીમાં, પેરી માતા બની ગઈ હશે.
તમને જણાવી દઈએ કે, બુધવારે (4 માર્ચે) અમેરિકન સિંગર કેટી પેરીએ ચાહકોને એક સરપ્રાઈઝ ગિફ્ટ આપી હતી. તેણે પોતાનો નવો મ્યુઝિક વીડિયો નેવર વોર્ન વ્હાઇટ લોન્ચ કર્યો. આ વીડિયો દ્વારા તેણે પ્રથમ ગર્ભાવસ્થાની જાહેરાત કરી. આ સાથે, કેટીએ તેના ઇન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટ દરમિયાન ચાહકોને તેના બેબી બમ્પની ઝલક પણ આપી હતી.