મુંબઈ : જો તમને ખબર નથી, તો ચાલો તમને જણાવી દઈએ કે, હોલીવુડની પ્રખ્યાત પોપ સિંગર કેટી પેરી ભારત આવી છે. આ સપ્તાહના અંતમાં, કેટી પેરી તેની સાથી ગાયિકા દુઆ લિપા સાથે, મુંબઇ પર ધમાલ કરવા જઈ રહી છે. કરણ જોહરે કેટી પેરીના સ્વાગત માટે તેમના ઘરે એક ભવ્ય પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા.
ગુરુવારે સાંજે કેટી પેરીનું આ પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું, ગૌરી ખાન, કિયારા અડવાણી, અનુષ્કા શર્મા, અનન્યા પાંડે, કરિશ્મા કપૂર સાથે તેલુગુ સુપરસ્ટાર વિજય દેવરાકોંડા, આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર પણ હાજર હતા. આ બધા સિવાય અનેક જાણીતી હસ્તીઓ કરણ જોહરના ઘરે પહોંચી હતી.