મુંબઈ : ટેલિવિઝન રિયાલિટી ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ 12’ને ટૂંક સમયમાં વધુ એક કરોડપતિ મળી શકે છે. સોની ટેલિવિઝને તાજેતરમાં પ્રોમો વિડિઓ રજૂ કર્યો છે. પ્રોમોમાં તમે જોઈ શકો છો કે મધ્ય પ્રદેશનો વિજય પાલ સિંહ હોટસીટ પર બેઠો છે. 14મા પ્રશ્નના સાચા જવાબ આપીને તેણે 50 લાખ રૂપિયા જીત્યા છે. હવે અમિતાભ બચ્ચન એક કરોડ રૂપિયાનો 15 મો સવાલ તેમની સામે મૂકી રહ્યા છે. વિજય પાલ સિંહ કુરિયર બોય છે. અમિતાભ બચ્ચન હોટસીટ પર બેઠેલા વિજયને કહી રહ્યા છે કે તમે કિયારા અડવાણીના પતિ બનવા માંગો છો? વિજય કહે છે કે જે લોકો પ્રયત્ન કરે છે તેની ક્યારેય હાર થતી નથી.
પ્રોમો જોયા પછી, સ્પષ્ટ છે કે આજનો એપિસોડ વધુ રસપ્રદ રહેશે. તમને જણાવી દઈએ કે કૌન બનેગા કરોડપતિની આ સિઝનમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડપતિ પ્રાપ્ત થયા છે. દિલ્હીની નાઝિયા નઝિમ, આઈપીએસ મોહિતા શર્મા અને અનુપા દાસે એક કરોડ રૂપિયા જીત્યા છે. આવી સ્થિતિમાં હવે પ્રેક્ષકોને આશા છે કે, વિજય પાલ સિંહ પણ કરોડપતિ બન્યા બાદ પોતાનું નસીબ ચમકાવી શકે છે.
વળી, તમને જણાવી દઈએ કે તાજેતરમાં પ્રસારિત થયેલા એપિસોડમાં તેજ બહાદુર સિંહને એક કરોડ રૂપિયા માટે પૂછવામાં આવેલો સવાલ 1857ની લડાઈમાં મુખ્ય ભૂમિકા નિભાવનાર મંગલ પાંડેનો આમાંથી ક્યાં રેજિમેન્ટ સાથે સંબંધ હતો ? આ સવાલનો સાચો જવાબ ડી – 34 મી બંગાળ નેટિવ ઈંફેંટ્રી હતો.
તે જ સમયે, અનિલ કુમાર કેબીસીની હોટ સીટ પર બેઠા હતા. અનિલ કુમાર બિહારના છે. અનિલે તેના લગ્નની એક રમુજી વાર્તા કહી. અનિલ કુમારે છ લાખ 40 હજાર રૂપિયા જીત્યા છે. 12 લાખ 50 હજારનો પ્રશ્ન હતો: ઓલિમ્પિક મેરેથોનમાં કયા એથ્લેટે બે ગોલ્ડ મેડલ જીત્યા – એક ખુલ્લા પગે અને બીજું શૂઝ પહેરીને ? આ સવાલનો સાચો જવાબ અબેબે બિકિલા હતો.