ટીવી શો કોન બનેગા કરોડપતિને પહેલો કરોડપતિ મળી ગયો છે. બિહારનો રહેનારો સનોજ રાજે ટીવી શોમાં 1 કરોડ રૂપિયા જીતી લીધા છે. તેની જાણકારી સોની ટીવીએ ટ્વિટ પર આપી છે. શોનો પ્રોમો બતાવવામાં આવ્યો અને તેમાં સનોજ રાજ એક કરોડ રૂપિયાના સવાલનો જવાબ આપીને જીતી ગયો છે.
આગળ હવે સનોજ 7 કરોડ રૂપિયા માટે રમશે. સનોજ રાજ બિહારના જહાનાબાદમાં આવેલા હુલાસગંજ પ્રખંડના ઢોંગરા ગાવનો નિવાસી છે. તેને લઈને જે ચર્ચા થઈ રહી છે તેમાં એક વાત ચોંકાવનારી છે કે તેણે ક્યારેય મહાનગર જોયું નથી. તેના પિતા રામજનમ શર્મા સાધારણ ખેડૂત હતા.
શરૂઆતનું ભણતર તેણે જહાનાબાદથી થઈ અને બીટેકનું ભણતર વર્ધમાનથી. તે બે વર્ષથી સહાયક કમાન્ડેંટના પદ પર કાર્યરત છે. અને તેને ઈચ્છા છે કે તે આઈએએસ અધિકારી બને. એક કરોડ જીત્યા બાદ તેને પૂછવામાં આવ્યું કે તે કેવું લાગી રહ્યું છે તો સનોજે કહ્યું કે મને વિશ્વાસ નથી થઈ રહ્યો. અને ભવિષ્યમાં તે તે શું કરશે તો કહ્યું કે, સમાજ માટે કામ કરવા માગું છું.