મુંબઈ : સોમવારે કૌન બનેગા કરોડપતિના એપિસોડમાં શર્મિષ્ઠા ડે હોટ સીટ પર પહોંચી હતી. શર્મિષ્ઠાએ કેબીસીમાં 6 લાખ 40 હજાર રૂપિયા જીત્યા હતા. શર્મિષ્ઠાએ શોના હોસ્ટ અમિતાભ બચ્ચનને તેમના સંઘર્ષની વાર્તા કહી હતી. શર્મિષ્ઠાએ કહ્યું કે તેનું બાળપણ આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થયું છે.
શર્મિષ્ઠાએ બિગ બીને કહ્યું હતું કે એક વખત તેણે પિતા પાસે પેન માટે 10 રૂપિયા માંગ્યા હતા, ત્યારે તેના પિતા પાસે 10 રૂપિયા પણ નહોતા. તેના પિતા તેનાથી ખૂબ નિરાશ થયા હતા. શર્મિષ્ઠાના પિતા પણ આ શોમાં હાજર હતા. આ સાંભળીને આખા શોનું વાતાવરણ બદલાઈ ગયું. આ પછી, અમિતાભ બચ્ચને શર્મિષ્ઠાના પિતા સાથે આ અંગે વાત કરી.
Here's a glimpse at the contestants who will get a chance to play on the Hotseat as well as their stories. To find out who among them will get the chance to play on the Hotseat, watch #KBC11, Mon-Fri at 9 PM @SrBachchan pic.twitter.com/bTftmu5BVu
— Sony TV (@SonyTV) October 27, 2019
અમિતાભે શર્મિષ્ઠાને સવાલ પૂછ્યો – આમાંથી કોને હિન્દીમાં વિમાન પરિચારિકા (ફ્લાઇટ એટેન્ડન્ટ )કહેવામાં આવે છે? સાચો જવાબ હતો – એર હોસ્ટેસ. શર્મિષ્ઠાએ આનો સાચો જવાબ આપ્યો હતો અને અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, એર હોસ્ટેસ મુસાફરો પર અમુક સમયે ગુસ્સે થઈ જાય છે. બિગ બીએ જણાવ્યું હતું કે એર હોસ્ટેસ ઘણી વખત મારી સાથે નારાજ થઇ જાય છે. આ પછી, અમિતાભે એક સ્ટોરી શેર કરી.
અમિતાભે જણાવ્યું હતું કે, એકવાર તે ફ્લાઇટથી મુસાફરી કરી રહ્યા હતા અને તેની સાથેની વ્યક્તિ મોટેથી નસકોરાં મારતી હતી. વિમાનના અન્ય મુસાફરો અસ્વસ્થ થઈ ગયા અને અમિતાભ બચ્ચનને પૂછ્યું ‘શું તેઓ તમારી સાથે છે?’ અમિતાભને થોડો ડર લાગે છે કે કદાચ તે કોઈ તેમને ઠપકો ન આપે. બાદમાં અમિતાભે તેના જવાબમાં કંઈ ન કહ્યું અને તેઓ બચી ગયા. શર્મિષ્ઠા ડે પટનામાં જાહેર ક્ષેત્રની બેંકમાં કામ કરે છે. શર્મિષ્ઠા મૂળ બંગાળની છે. તે હાલમાં પટણામાં રહે છે.