મુંબઈ : દિગ્દર્શક રોહિત શેટ્ટી ફરીથી તેના એડવેન્ચર શો ખતરો કે ખિલાડી સાથે ટીવી પર જોવા મળ્યો છે અને આ શો પર દરેકને જુદા જુદા સ્ટંટ મળી રહ્યા છે. ખતરો કે ખિલાડીની આ નવી સીઝનમાં કરણ પટેલ, ધર્મેશ, બલરાજ સિંહ, કરિશ્મા તન્ના સહિત અન્ય હસ્તીઓ ભાગ લઈ રહી છે. તેમાંથી એક સીરિયલ ‘પહેરેદાર પિયા કી’ની અભિનેત્રી તેજસ્વી પ્રકાશ પણ છે.
તેજસ્વી અન્ય તમામ સ્પર્ધકોની જેમ અદભૂત સ્ટંટ અને ખતરાનો સામનો કરી રહી છે. આ અઠવાડિયે, શોમાં ખૂબ જ મનોરંજક મુમેન્ટ જોવા મળશે. આ સાથે, તેણી તેના મોટા ભયનો પણ સામનો કરશે. રોહિત શેટ્ટી તેજસ્વીને અજગર આપવા જઇ રહ્યો છે, જેના કારણે તેનો પરસેવો છૂટી જાય છે. જ્યારે અજગરે સ્ટંટ દરમિયાન એક્ટ્રેસને જકડી લીધી તે સમગ્ર ઘટના જુઓ વિડીયોમાં…