મુંબઈ : કબીર સિંહ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે જોવા મળેલી કિયારા અડવાણીના ઘણા ચાહકો છે. 2019 ના બ્લોકબસ્ટર હિટ કબીર સિંહમાં કિયારાએ પ્રીતિનું પાત્ર ભજવ્યું હતું, જેની બધે ચર્ચા થઈ હતી. જ્યારે કિયારા અડવાણી બોલિવૂડમાં સફળતાનો આનંદ માણી રહી છે, ત્યારે સોશિયલ મીડિયા પર, તેના જેવી દેખાતી એક યુવતીને જબરદસ્ત ફેન ફોલોવિંગ મળી રહી છે.
હા, કિયારા અડવાણીનો જેવી જ યુવતી (હમશકલ) ઇન્ટરનેટ પર જોવા મળી છે. આ યુવતીનું નામ કલ્પના શર્મા છે, જે ટિક ટોક અને ઇન્સ્ટાગ્રામની નવી સ્ટાર બની છે. કિયારાના પાત્ર પ્રિતિની જેમ અભિનય કરતી કલ્પનાને જોઈને દરેક તેની પાછળ પાગલ થઇ રહ્યા છે.