મુંબઈ : સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીના કેલેન્ડર 2020 ના ફોટા જ્યારથી આવ્યા છે ત્યારથી ચર્ચામાં આવી ગયા છે. આ કેલેન્ડર ફોટોશૂટમાંથી બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીનો ટોપલેસ ફોટો એકદમ વાયરલ થયો હતો. જ્યારે ઘણા લોકોએ તેની મજાક ઉડાવી હતી અને અન્ય લોકો પર આ ફોટા પર ચોરીનો આરોપ હતો.
આવી સ્થિતિમાં, કિયારાના ફોટોશૂટની તુલના આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફર મેરી બુર્શે કરેલા ફોટોશૂટ સાથે કરવામાં આવી હતી, જેમાં ડબ્બુ રત્નાનીને જોરદાર ટ્રોલ કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં મેરી બુર્શે પણ આ ફોટો પર સવાલો ઉભા કર્યા હતા. ઘણા દિવસોથી ચાલી રહેલા આ વિવાદ અંગે હવે ડબ્બુ રત્નાનીએ ખુલાસો આપ્યો છે.
તબ્બુના બોલ્ડ લૂકને કર્યો રીક્રીએટ
દરેક જણ રાહ જોતા હતા કે ડબ્બુ શું કહેશે અને તેઓએ કહ્યું મેરી બુર્શ અથવા કોઈ બીજાના વિચારની ચોરી કરી નથી. તેના બદલે, અમે 2002માં આવેલા પોતાના જ કેલેન્ડરમાંથી તબ્બુના બોલ્ડ લુકને રીક્રીએટ કર્યો છે. ડબ્બુએ તબ્બુના ફોટોશૂટનો ફોટો શેર કરતી વખતે લખ્યું કે, ‘તબુનો આ સદાબહાર અને ખૂબ જ સુંદર ફોટો મેં 2001 માં લીધો હતો અને આ મારા 2002 ના કેલેન્ડરમાં ફીચર થયો હતો.’