મુંબઈ : કપૂર પરિવારના સ્ટાર અરમાન જૈન અને અનિસા મલ્હોત્રાના લગ્નમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહી હતી. ખાન પરિવારથી માંડીને બચ્ચન પરિવાર સુધી, આ લગ્નમાં ઉદ્યોગના દિગ્ગજ સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. આ લગ્નમાં કરિના કપૂરથી શાહરૂખ ખાન જેવા સ્ટાર્સે પણ ડાન્સ પર્ફોમન્સ આપી હતી અને ચાહકો વચ્ચે આ લગ્ન સોશિયલ મીડિયા પર સતત એક ટ્રેન્ડ રહ્યા હતા. હવે આ લગ્નનો કિયારા અડવાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેની ફિલ્મના એક ગીત પર પરફોર્મ કરતી જોવા મળી રહી છે.
આ વીડિયો ક્લિપમાં કિયારા તેની ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ના લોકપ્રિય ગીત ‘સૌદા ખરા ખરા’ પર ડાન્સ કરતી જોવા મળી હતી. કિયારા આ સમય દરમિયાન સુંદર પર્પલ લહેંગામાં જોવા મળી હતી. તેણે વાળ ખુલ્લા છોડીને સેન્ટ્રલ પાર્ટ રાખ્યા હતા. તેણે ગળામાં કુંદનનો હાર, ડાયમંડ બંગડીઓ અને સ્ટેટમેન્ટ રીંગ પણ પહેરી હતી. કિયારાએ તેના અભિનયથી ત્યાં હાજર લોકોનું દિલ જીતી લીધું હતું. કિયારાની ડાન્સ પરફોર્મન્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.