Shah Rukh Khan : શાહરૂખ ખાનની માલિકીની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ 2024માં સારા ફોર્મમાં છે. આ ટીમ 5 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને યથાવત છે. KKRનું હોમ ગ્રાઉન્ડ કોલકાતાનું ઈડન-ગાર્ડન્સ સ્ટેડિયમ છે. જ્યાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. બંને ટીમો કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સામસામે ટકરાશે. પરંતુ, આ મેચની શરૂઆત પહેલા શાહરુખ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શાહરુખ ગરમીથી ખૂબ જ પરેશાન છે.
SRK can't handle the heat of Kolkata at all.. Taqleef saaf saaf dikh rha pic.twitter.com/l6piEr8w3x
— ℣αɱριя౯ 2.1.0 (@Revamped_SRKC) April 28, 2024
શાહરૂખ ગરમીથી પરેશાન દેખાતો હતો
કોલકાતાની ગરમી વિશે તો બધા જાણે છે, પરંતુ જ્યારે IPLમાં હાઈ વોલ્ટેજ મેચો રમાય છે ત્યારે લાગે છે કે ગરમી હજુ પણ વધી જાય છે. આ દિવસોમાં, KKR ઈડન ગાર્ડન્સ ખાતે IPL 2024 માં ઘરેલું મેચ રમી રહ્યું છે. શાહરૂખ ખાન પણ પોતાની ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચી રહ્યો છે. આ દરમિયાન શાહરૂખનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કોલકાતાની ગરમીથી પરેશાન જોવા મળી રહ્યો છે. આમાં તે વારંવાર પોતાનો ચહેરો લૂછતો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, સોમવારે કોલકાતામાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ભેજને કારણે ત્યાંના લોકોની હાલત ખૂબ જ ખરાબ છે.
ઈડન ગાર્ડન્સમાં દિલ્હી સાથે ટક્કર થશે.
IPL 2024 ની 47મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. એક તરફ, કોલકાતા અને દિલ્હી બંનેના 10-10 પોઈન્ટ છે, પરંતુ KKRનો નેટ રન રેટ ઘણો સારો છે અને તે ટોપ-2માં હાજર છે. જ્યારે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. આવી સ્થિતિમાં આજે જે ટીમ જીતશે તે પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ સુધારશે અને પ્લેઓફ તરફ પણ એક પગલું ભરશે.