મુંબઈ : અજય દેવગન અને કાજોલની જોડી હંમેશા તેમની નોક – જોક અને જબરદસ્ત કેમિસ્ટ્રી માટે જાણીતી છે. નેચરમાં અજય અને કાજોલ એકદમ અલગ છે. કાજોલ ઘણું બોલે છે પણ અજય અંતર્મુખી છે. પરંતુ હવે આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અજય દેવગન કાજોલને ‘ઓલ્ડ’ (જૂની) કહીને તેની સાથે પંગો લે છે.
જો કે અજય દેવગન અને કાજોલ તેમના અંગત જીવન વિશે વધુ વાત કરતા નથી. પરંતુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અજય કાજોલના ફોટોને એડિટ કરવાને લઈને ટીવી શોમાં તેની મજાક કરે છે. પછી કાજોલ અજયને જબરદસ્ત જવાબ આપે છે. કરણ જોહરનો લોકપ્રિય શો ‘કોફી વિથ કરણ’નો આ જૂનો વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.