અમદાવાદ : ટીમ ઈન્ડિયાના સુકાની વિરાટ કોહલી માટે તેની લેડી લક અનુષ્કા લકી સાબિત થઈ હોય તેમ એક પછી એક સારા સમાચાર વિરાટ માટે મળી રહ્યા છે. એટલે કે લગ્ન બાદ વિરાટ કોહલીની કિસ્મત ચમકી ગઇ છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડા અનુસાર વિરાટ કોહલી સૌથી વધારે વેલ્યુએબસ સેલિબ્રિટિ બ્રાંડ બની ગયો છે. આ બાબતમાં તેણે બોલિવૂડના કિંગ ખાન શાહરુખને પણ પાછળ રાખી દીધો છે. શાહરુખ ખાનની બ્રાંડ વેલ્યુ 679 કરોડ છે જ્યારે વિરાટ કોહલીની બ્રાંડ વેલ્યુ 922 કરોડ છે.
રાઈઝ ઓફ ધ મિલેનિયલ્સ: ઈન્ડિયાઝ મોસ્ટ વૈલ્યૂએબલ સેલેબ્રિટી બ્રાંડે જાહેર કરેલી આ વર્ષની રિપોર્ટમાં પહેલીવાર શાહરુખ ખાન ટોચના સ્થાને નથી. તેનું સ્થાન 922 કરોડ સાથે વિરાટ કોહલીએ લઈ લીધુ છે. એટલે કે લોકોને આકર્ષિત કરવા અને બ્રાંડને પ્રમોટ કરવા માટે સૌથી પહેલી પસંદ વિરાટ કોહલી છે. વિરાટ કોહલી સાથે આ યાદીમાં દીપિકા પાદુકોણના નામનો પણ સમાવેશ થયો છે. પ્રથમક્રમે વિરાટ કોહલી, બીજા ક્રમે શાહરુખ ખાન અને ત્રીજા સ્થાને દીપિકા પાદુકોણ આવી છે. દીપિકાની બ્રાંડ વેલ્યું 9.3 કરોડ ડોલર આંકવામાં આવી છે.
વર્ષ 2017ની વાત કરવામાં આવે તો વિરાટ કોહલીએ 20 બ્રાંડના પ્રચાર માટે કરાર કર્યો હતો જ્યારે શાહરુખ ખાન અને દીપિકા પાસે 21થી 23 બ્રાંડ છે. વર્ષ 2016ની સરખામણીમાં શાહરુખ ખાનની બ્રાંડમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ યાદીમાં એમ.એસ. ધોની, અક્ષય કુમાર અને બેડમિંટન ખેલાડી પી.વી.સિંધુના નામનો પણ સમાવેશ થયો છે.