મુંબઈ : ટીવી શો સાથ નિભાના સાથિયા 2 માં કોકિલાબેનના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. તમને જણાવી દઈએ કે, આ શોથી રૂપલ પટેલ ખૂબ પ્રખ્યાત થઈ ગઈ છે. તાજેતરમાં જ ‘કોકિલાબેન’નું પાત્ર ભજવનારા રૂપલ પટેલે સોશિયલ મીડિયા દ્વારા ખુલાસો કર્યો છે કે તે જલ્દી આ શોને અલવિદા કહેવા જઈ રહી છે.
એક ઇન્ટરવ્યુ દરમિયાન રૂપલ પટેલે આ વિશે વાત કરતા કહ્યું કે, કોકીનું પાત્ર સીઝન 2 માં સમાપ્ત થઈ રહ્યું છે અને મને ખુશી છે કે પ્રથમ સીઝનની જેમ, 2 માં પણ લોકોએ કોકીને ખૂબ પ્રેમ આપ્યો. હવે મારી યાત્રા પૂરી થવાની છે. પરંતુ હું મારા ચાહકોની ખૂબ આભારી છું.